જમીન એલોટમેન્ટ (Land Allotment) ગોટાળામાં ભુજ કોર્ટે (Bhuj Court) પૂર્વ IAS પ્રદિપ નિરંકારનાથ શર્મા (Pradip Sharma)ને દોષી જાહેર કર્યા છે. જિંદાલ ગૃપને જમીન આપી તેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
કચ્છ (Kutch)ના ભુજમાં વર્ષ 2003માં દાખલ થયેલી ગેરકાયદેસર જમીન ફાળવણી મામલે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કચ્છના તત્કાલીન નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્મા પર ગુનાહિત વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પૂર્વ IAS વિરૂદ્ધ 1973ની 439 કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 409, 217, 120B, 114 સહિતની કલમો લગાડવામાં આવી હતી.