ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા
ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કૈલાશનાથન અનેકવાર સેવા વિસ્તારના લાંબા કાર્યકાળ બાદ જૂનમાં સીએમઓમાં પોતાના પદથી સેવાનિવૃત્ત થયા હતા. રાજ્યા સૌથી શક્તિશાળી બ્યુરોક્રેટ કૈલાશનાથને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે સમયે સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. કેકેના હુમલામણા નામથી જાણીતા કે કૈલાશનાથન 1979 બેચના અધિકારી છે. તેઓ પીએમના ખુબ નીકટના લોકોમાં સામેલ છે. એવું પણ કહેવાય છે કે તેઓ પીએમના આખ અને કાન છે. તેમણે અગાઉ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં પણ કામ કરેલું છે.