ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને દિલ્હી પ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રો. ઓમપ્રકાશ કોહલીનું સોમવારે નોઈડામાં એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેમનો પાર્થિવ દેહ મયૂર વિહારમાં આવેલ સહયોગ અપાર્ટમેન્ટમાં તેમના નિવાસ સ્થાન પર દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. મંગળવારે બપોરે 12 કલાકે નિગમ બોઘ ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.