ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતાં પોલીસે લાંગાને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એસ.કે.લાંગાના 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.