ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીને પેરિસની કોર્ટે લાંચ-રૂશ્વત અને પેડલિંગપ્ર પ્રભાવ પાડવાના કેસમાં દોષીત ઠેરવ્યા છે. કોર્ટે તેમને એક વર્ષની જેલ અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારી છે.
તેમની સાથે તેમના ભૂતપૂર્વ વકીલ અને પૂર્વ મેેજિસ્ટ્રેટને પણ દોષિત ઠેરવીને તેમના જેટલી જ સજા કરવામાં આવી છે. આ સાથે આધુનિક ફ્રાન્સના ઇતિહાસમાં પહેલી વખત ભૂતપૂર્વ પ્રમુખને જેલની સજા ફટકારવામાં આવી હોય તેવી ઘટના નોંધાઈ હતી.
66 વર્ષના સરકોઝી વર્ષ 2007થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યરત હતા. પેરિસની કોર્ટે સજા ફટકારવા છતાં તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું નથી. તેઓ 10 દિવસના ગાળામાં આ ચૂકાદાની સામે અપીલ કરી શકશે. કોર્ટે તેમને ઈલેક્ટ્રોનિક બ્રેસલેટ સાથે ઘરમાં જ નજરબંધ રહેવાની વિનંતી કરવાની છૂટ આપી છે.