વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અરૂણ જેટલીની તબિયત જાણવા એઇમ્સ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં થોડો સમય રોકાયા બાદ તેઓ ત્યાંથી પરત ફર્યા હતાં. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે એમ્સ પહોંચીને અરૂણ જેટલી(66)ની તબિયત જાણી હતી. પૂર્વ નાણાં મંત્રી જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સના આઈસીયુમાં દાખલ છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રાજયમંત્રી અશ્વિન ચૌબે પણ ઉપસ્થિત હતા. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે જેટલીની હાલત નાજુક છે.