આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બિમાર હતા. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી અનુસાર આજે સવારે ગાંધીનગરના સેક્ટર 27 ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળશે.