બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ X પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, 'બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીને તેમના નિધન પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. બિહાર ભાજપ માટે આ એક અપુરતી ખોટ છે.'