મનીષ સિસોદિયાએ જેલમાંથી દેશના નામે પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષિત હોવા પર સવાલ ઉઠાવ્યા છે. સિસોદિયાએ પોતાના પત્રમાં કહ્યું છે કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક છે.
સિસોદિયાએ વધુમાં લખ્યું કે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને શિક્ષણનું મહત્વ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ 60 હજાર શાળાઓ બંધ કરી દીધી છે. ભારતની પ્રગતિ માટે શિક્ષિત પીએમ હોવો ખૂબ જ જરૂરી છે.