ઈન્ડિયાની ટામના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ગુજરાતના ભરૂચ ઇખર ગામના રહેવાસી અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં 2 બેંક ખાતાં સીઝ કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશની રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટીએ ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતા સીલ કરીને રૂ52 લાખની વસૂલાત કરી છે. ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર હતો. જેના કારણે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.