ભારતના પૂર્વ ઓપનર અરુણ લાલ 66 વર્ષની ઉંમરે ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની ભાવિ પત્નીનું નામ બુલબુલ સાહા છે જે વ્યવસાયે એક શિક્ષક છે. તેની ઉંમર 38 વર્ષ છે અને તે અરુણ કરતા 28 વર્ષ નાની છે. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. અરુણના લગ્નને લગતું એક કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે મુજબ તે 2 મેના રોજ કોલકાતાની એક હોટલમાં બુલબુલને પોતાની જીવનસાથી બનાવશે. લગ્ન બાદ બંને તરફથી મોટું રિસેપ્શન પણ આપવામાં આવશે. અરુણ હાલમાં બંગાળની રણજી ટીમનો કોચ છે.