ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે તેવું નિવેદન કરી ગેહલોતે વિવાદ છેડ્યો છે ત્યારે ગઈ કાલે CM રૂપાણીએ કહ્યું હતું કે ગેહલોતે માફી માંગવી જોઈએ. દારૂબંધીના ઘમાસાન વચ્ચે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ ગેહલોતના સમર્થનમાં નિવેદન આપ્યું છે. શંકરસિંહે કહ્યું કે "ગુજરાતમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે...ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું" શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 70 ટકા લોકો નોનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે. તો ગુજરાતમાં દારૂબંધી શેની?