કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે (10મી ડિસેમ્બર) સવારે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવશે. એસ.એમ. કૃષ્ણાનો જન્મ 1932માં થયો હતો. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લૈયા કૃષ્ણા છે.