Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂના રોડ શૉ દરમિયાન નાસભાગ મચી જતાં 7 જેટલા લોકોના મોત તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચંદ્રબાબુ નાયડૂ પોતાની પાર્ટી TDPના અભિયાન અંતર્ગત નેલ્લોર જિલ્લાના પ્રવાસે હતા. જ્યાં કંદુકુરમાં તેમનું સ્વાગત કરવા માટે હજારો કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક નાસભાગ થતાં 7 લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થતાં તેઓને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ