સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની રાજ્ય સભામાં નિમણૂંક કરવા માટે રાષ્ટ્રપતિએ મુકેલા પ્રસ્તાવ પર વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આખરે ગોગોઈએ નિવેદન આપ્યુ છે. આસામમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગોગોઈએ કહ્યુ હતુ કે, હું શપથ ગ્રહણ કર્યા બાદ આ મુદ્દે વધારે વાત કરીશ અને એ પછી મીડિયાને જણાવીશ કે મેં કેમ રાજ્યસભાનુ સભ્યપદ સ્વીકાર્યુ છે. હું બુધવારે દિલ્હી જવાનો છું. જણાવી દઈએ કે, ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે 9 નવેમ્બરે રામ મંદિર પરનો ઐતહાસિક ચુકાદો આપ્યો હતો.