નૌકાદળના પૂર્વ ચીફ વાઈસ એડમિરલ જી અશોક કુમારને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક સરકારી સૂત્રએ આ માહિતી આપી છે. વાઈસ એડમિરલ જી અશોક કુમારે 30 જાન્યુઆરી 2019 ના રોજ નૌકાદળના વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો. જણાવી દઈએ કે, અમરાવતી નગરમાં સૈનિક સ્કૂલ અને પુણેમાં ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી, વાઇસ એડમિરલ જી. અશોક કુમાર 1 જુલાઈ, 1982ના રોજ ભારતીય નૌકાદળની કાર્યકારી શાખામાં જોડાયા હતા.