મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા શિવરાજ સિંહ ચૌહાણની દીકરીનું ગુરુવારના રોજ નિધન થયું હતું. તમને જણાવી દઇએ કે, શિવરાજ સિંહની આ દત્તક પુત્રી હતી. ગયા વર્ષે 1 મેના રોજ શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પત્ની સાધના સિંહે ભારતીના લગ્ન કરાવ્યા હતા.
દીકરીના મોતની ખબર સાંભળતા જ શિવરાજ સિંહની પત્ની સાધના અને પુત્ર કાર્તિકેય વિદિશા પહોંચ્યા હતા. ભારતી વિદિશામાં નગરપાલિકામાં કામ કરતી હતી. મીડિયા રિપોર્ટનું માનીએ તો ગુરુવારના દિવસે ભારતીની તબિયત બગડી ગઈ હતી, તેમના પરિવારજનોએ તુરંત હોસ્પિટલમાં ભારતીને એડમીટ કરાવી હતી. યોગ્ય સમયે ઇલાજ ન મળવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.