હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ અને દુષ્યંત ચૌટાલા અને સાંસદ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની આ ઘટના જીંદ જિલ્લાના ઉચાના કલાન વિધાનસભા ક્ષેત્રમાં બની હતી. દુષ્યંત ચૌટાલા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ દુષ્યંત ચૌટાલાના સમર્થનમાં રોડ શો કરવા માટે આવ્યા હતા. સોમવારે મોડી સાંજે જ્યારે આ બંને યુવા નેતાઓનો કાફલો ઉચાના કલાન વિસ્તારમાં પ્રચાર કરી રહ્યો હતો ત્યારે કોઈકે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ચંદ્રશેખરની કારનો કાચ તૂટી ગયો હતો.