દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજી (Soli Sorabje)નું નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. સોરાબજીને કોરોનાનું સંક્રમણ થયું હતું કે નહીં હાલ તેની જાણકારી નથી મળી શકી. પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું.
સોલી સોરાબજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)એ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતના લીગલ સિસ્ટમના એક આઇકનને ગુમાવી દીધા. તેઓ એવા પસંદગીના લોકો પૈકી એક હતા જેઓએ બંધારણીય કાયદા અને ન્યાય પ્રણાલીના વિકાસને ઊંડાણથી પ્રભાવિત કર્યું. પદ્ભ વિભૂષણથી સન્માનિત તેઓ સૌથી પ્રખ્યાત ન્યાયવિદો પૈકી એક હતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.