જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં સામેલ થતા નેતાઓનો આંકડો વધતો જઇ રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નાના-મોટા નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાઈ ગયાના અહેવાલ મળ્યાં છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું