કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીર માટે CAPF ભરતીમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખી છે. હવે, BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખ્યા પછી, ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. બીએસએફના મહાનિર્દેશકે આ જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે ભૂતપૂર્વ અગ્નિવીરની કઈ બેચને વય મર્યાદામાં કેટલી છૂટ આપવામાં આવશે.
બીએસએફના મહાનિર્દેશક નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે, બીએસએફની ભરતીમાં 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે અનામત રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે BSF ભૂતપૂર્વ અગ્નિવીરને સામેલ કરવા માટે તૈયાર છે. અમે તૈયાર સૈનિકો મેળવીશું અને તાલીમ બાદ તેમને તરત જ તહેનાત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરને પણ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
કઈ બેચને મળશે કેટલી રાહત ?
બીએસએફના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ અગ્નિવીરોની પ્રથમ બેચને 5 વર્ષની વય છૂટછાટ આપવામાં આવશે અને પછીની બેચને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરને રાહત આપવાનો નિર્ણય આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે.