ગુજરાતના વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે હવે સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ કમિશનર શમશેરસિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.પોલીસ કમિશનર, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરી છે.જેમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે…એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપી પર ઝડપી કડક કાર્યવાહીના હેતુથી કરાઇ છે.મહત્વનું છે કે શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળે પથ્થરમારાની ઘટના સામે આવી હતી.