રાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિને લઈને તાજેતરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ પછી સચિન પાયલટે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ ખડગેએ તેમને 'માફ કરો, ભૂલી જાઓ અને આગળ વધો'ની સલાહ આપી હતી. આ સાથે જ પાયલોટે સીએમના ચહેરા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દાયકાઓથી કોંગ્રેસ કોઈ એક ચહેરાને આગળ કરીને ચૂંટણી લડતી નથી. બધા સાથે મળીને ચૂંટણી લડશે અને ત્યાર બાદ નક્કી થશે કે કોને સીએમ બનાવવો જોઈએ. આ દરમિયાન તેમણે અશોક ગેહલોતના પણ વખાણ કર્યા.