વાપીમાં ધોરણ-4માં અભ્યાસ કરતી પરપ્રાંતિય પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને જાણ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. સુરત સિવિલમાં બાળકીનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીના ગળા પર નખ અને કાળા ચાંઠાના નીશાન મળી આવ્યાં હતાં. બાદમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપીને ઝડપી લીધો હોવાનું સામે આવી રહ્યું છે.