કોરોના મહામારી સંકટ દરમિયાન ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની એક મસ્જિદમાં સંતાયેલા કેટલાક વિદેશી નાગરિકોને પોલીસે શોધી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ તમામ દિલ્હીના તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેઓ 13 માર્ચથી મસ્જિદમાં સંતાઇને રહેતા હતા. પોલીસે દરાડો પાડી તેમને શોધી લીધા હતા અને તમામ દેશી-વિદેશી નાગરિકોને આઇસોલેશનમાં મોકલતા મસ્જિદને બંધ કરી દેવામાં આવી છે.
સીએમઓ મુજબ લખનઉની અમીનાબાદ, કાકોરી અને આઇઆઇએમ રોડ પર સ્થિત મસ્જિદોમાંથી કુલ 24 વિદેશી નાગરિકો મળી આવ્યા, જેમાંથી 14 બાંગ્લાદેશી અને 10 કઝાકિસ્તાનના નાગરિકો હતા. આ પૈકી ત્રણ લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જણાતા તેમના સેમ્પલ્સ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.