વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. એસ જયશંકર નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. નર્મદા જવા માટે એસ જયશંકર વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોચ્યાં હતા. જ્યા વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટથી એસ જયશંકર કેવડિયા રવાના થયા છે