લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. ત્યારે હવે મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નેપાળના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, ‘બુધવારે ફોન પર વાતચીત દરમિયાન ભારતીય વડાપ્રધાને નેપાળના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું.’