કેરળમાં વિધિવત રીતે 8મી જૂનના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ સામાન્ય રીતે 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વખતે હવામાન વિભાગના કહેવા પ્રમાણે 12થી 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. જોકે, અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે હવામાન વિભાગ આખી સિસ્ટમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ગુજરાતમાં ચોમાસું વધારે પાછળ ધકેલાય શકે છે.
હવમાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 11મી જૂનથી વાતાવરણમાં પલટો આવશે. જે બાદમાં 12મી અને 13મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.