હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે. આજે 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં આગાહી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં આગાહી છે. તો દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે. 9 જૂન 11 જૂને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.