રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં ફરી એક વાર કમોસમી લાવી શકે છે, એવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. બુધવારે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં વરસાદની આગાહી છે. તો ગુરુવારના રોજ અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં આગાહી છે. જ્યારે શુક્રવારે ભરુચ, સુરત, નર્મદા અને તાપીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.