રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ મંડળાઈ રહ્યુ છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.