હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરીથી માવઠાની સંભાવના છે. માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે હીટવેવની પણ આગાહી કરી છે. આવતા અઠવાડિયાની શરુઆતમાં જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.