બળજબરીથી થતા ધર્માંતરણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારનું ધર્માંતરણ ન માત્ર ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષા ઉપર પણ તેની અસર થાય છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર સરકારને કહ્યું છે કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટે શું પગલા લઇ શકાય તે અંગે જવાબ આપવામાં આવે.