રિલાયન્સ રિટેલ (RIL) બિઝનેસ લીડર ઈશા અંબાણીને શુક્રવારે 12માં ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2023માં ઉત્કૃષ્ટ ઉદ્યોગસાહસિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈશા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના પુત્રી છે અને તેમના લગ્ન પિરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. જ્યારે ઈશા અંબાણીને એવોર્ડ મળ્યો ત્યારે તેમણે તેમના માતા-પિતા અને પોતાના બાળકો આદિશક્તિ અને કૃષ્ણનો આભાર માન્યો હતો.
મુકેશ અંબાણીએ ઓગસ્ટ 2022માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી વાર્ષિક સામાન્ય સભામાં ઈશાનો રિલાયન્સ રિટેલ બિઝનેસના લીડર તરીકે પરિચય કરાવ્યો હતો. 12 ડિસેમ્બર 2018 ના રોજ મુંબઈમાં અંબાણી પરિવારના અલ્ટામાઉન્ટ રોડ નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે લગ્ન કર્યા હતા.