દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત મેયરની ચૂંટણી રદ્ રહી હતી. વોટિંગના રાઈટ્સ મુદ્દે ભારે હોબાળો થયો હતો. એમસીડીની ચૂંટણીના પરિણામો ગત ૭મી ડિસેમ્બરે આવ્યા હતા. એના એક મહિના પછી પણ મેયરની ચૂંટણી થઈ નથી. એ માટે ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આરોપો લગાવે છે. અગાઉ છ જાન્યુઆરી અને ૨૪ જાન્યુઆરીએ પણ મેયરની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી.