કોરોનાના રોગચાળાના પગલે આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહી યોજાય. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ નક્કી કર્યુ છે કે ફક્ત પ્રતિકાત્મક અમરનાથ યાત્રા જ યોજાશે, એમ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું. પહલગામ અને બલતાલ ખાતે ૨૮ જૂનના બે રુટ પરથી ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલા બાબા બર્ફાનીની ગુફાના ૫૬ દિવસની યાત્રાનો પ્રારંભ થાય છે. તે ૨૨મી ઓગસ્ટેે પૂરી થાય છે. ગયા વર્ષે પણ કોરોનાના લીધે આ યાત્રા રદ કરવામાં આવી હતી. સિંહાએ અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે શ્રદ્ધાળુઓ સવાર અને સાંજની આરતીના વર્ચ્યુઅલ દર્શન કરી શકે. આના દ્વારા શ્રદ્ધાળુઓની દર્શનની ઇચ્છા પૂરી થશે અને તેમણે પ્રવાસ પણ નહીં કરવો પડે.