દુનિયાની સૌથી ખૂંખાર ગણાતી જાસૂસી એજન્સી મોસાદમાં પહેલી વખત બે મહિલાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
મોસાદે આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે. મોસાદના કહેવા અનુસાર એક મહિલા કુફ પહેલેથી જ ઈરાન ડેસ્કના હેડ તરીકે સેવા આપી રહી છે.આમ ઈરાનને લગતી જાસૂસી કામગીરીની જવાબદારી આ મહિલા પાસે છે.
બીજી તરફ અલફ નામની મહિલાને મોસાદમાં ડાયરેકટર ઓફ ઈન્ટેલિજન્સની જવાબદારી આપવામાં આવી છે. જોકે અલફની તસવીર પ્રેસ રિલિઝમાં ધૂંધળી કરી નાંખવામાં આવી છે. જેથી તેમની ઓળખ છુપાવી શકાય.