દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે શ્રીનગર જઈ રહ્યા છે. 370 કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ શ્રીનગરમાં એક રેલીને સંબોધવાના છે. જેને લઈને ભાજપનો દાવો છે કે કાશ્મીરના ઈતિહાસની આ સૌથી મોટી રેલી હશે, જેમાં 2 લાખથી વધુ લોકો એકઠા થશે. પીએમ મોદીની આ રેલી માટે શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આ દરમિયાન 7 કિલોમીટરનો રોડ શો કરીને શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે.