ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે એક મહિલા લેફ્ટનન્ટ કમાન્ડર ફાસ્ટ એકેટ ક્રાફ્ટ આઈએનએસ ટ્રિંકટ ની કમાન સંભાળી શકે છે. નેવીના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે.