દેશમાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમમા ૩૦ ટકાનો વધારો થયો છે. જે સમગ્ર બેંક લોનની સરખામણીમાં બે ગણી વધી છે.
એપ્રિલમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમ પ્રથમ વખત બે લાખ કરોડ રૂપિયાથી વધી ગઇ છે. જો કે બેંકોનું માનવું છે કે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી કારણકે ક્રેડિટ કાર્ડની બાકી રકમનો હિસ્સો ખૂબ જ ઓછો છે. જો કે આરબીઆઇએ અનસિકયોર્ડ બેંક ક્રેડિટમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર એપ્રિલ, ૨૦૨૩માં ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ૨,૦૦,૨૫૮ કરોડ થઇ ગયું છે. જે ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં ૨૯.૭ ટકા વધારે છે