શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી પર રાજકોટ ખાતેનો મેળો નહીં યોજવાનો તંત્રએ નિર્ણય લીધો છે. રાજકોટમાં 50 વર્ષના મેળાના ઇતિહાસમાં આમ પ્રથમ વખત બનશે જ્યારે લોકમેળો નહીં ઉજવાય. તેની રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તરફથી જાહેરાત કરવામાં આવી છે. કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટા લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજકોટના લોકમેળામાં 5 દિવસ દરમિયાન 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
જો મેળાનું આયોજન કરવામાં આવે તો વધારે લોકો એકઠા થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાશે નહીં. જો મેળામાં કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ આવે તો તેનાથી અનેક લોકોમાં ચેપ પ્રસરી શકે છે. આથી કલેક્ટર તરફથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.