સાઉદી અરબમાં મહિલાઓ હવે પુરુષ વાલીઓની મંજૂરી વિના વિદેશયાત્રા પર જઇ શકશે. સાઉદી સરકારે ગુરુવારે આદેશ જારી કરતા પહેલી વખત મહિલાઓને આ છૂટ આપી છે.
નવા કાયદા હેઠળ હવે 21 વર્ષથી વધુની મહિલાઓ પોતાનો પાસપોર્ટ લઇ શકે છે, લગ્ન કરી શકે છે અને વાલીની મરજી વિના દેશ પણ છોડી શકે છે. અગાઉ ગાર્જિયનશિપ સિસ્ટમ હેઠળ મહિલાઓને કાયદાકીય રીતે કાયમી ધોરણે સગીર માનવામાં આવતી હતી. જેના લીધે પરિવારના પુરુષ (પિતા, પતિ કે અન્ય સંબંધી) વાલીઓને મહિલાઓ પર મનમરજી મુજબનો અધિકાર જમાવવાનો હક મળી જતો હતો. મહિલાઓ પર આ પ્રતિબંધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરબ ટીકાઓનો શિકાર થઇ રહ્યું હતું અને ઘણી મહિલાઓએ દેશમાંથી ભાગવાની કોશિશ કરી હતી.