જમ્મુ કાશ્મીરનાં શ્રીનગર સેક્ટરમાં CRPF ની ડોર પહેલીવાર એક મહિલા પોલિસ ઓફિસરને સોંપવામાં આવી છે. તે પોલિસ ઓફિસરનું નામ છે ચારુ સિન્હા. તેમને અહીં ઈન્સપેક્ટર જનરલ (IG) ની પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે.
ચારુ સિન્હા પહેલા 1996 માં તેલંગણાનાં કેડરના IPS અધિકારી હતા. તેમજ તેઓ બિહાર સેક્યરમાં પણ CRPF IG રહી ચૂક્યા છે. પરંતુ આ પહેલી વખત તેઓ આટલી મોટી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. સોમવારના રોજ તેઓની બદલી શ્રીનગર કરવાનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીનગર સેક્ટરમાં વર્ષોથી આતંકવાદીઓ વિરુદ્ધ CRPF સેના અને પોલિસ સાથે મળીને કામ કરતી આવી છે. ચારુ સિન્હા હવે આ વિસ્તારનાં તમામ ઓપરેશનોનું નેતૃત્વ કરશે.