Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
દેશમાં કોરોના સંકટમાં ફસાયેલી અર્થવ્યવસ્થાની ગાડી ફરીથી પાટા પર દોડતી જોવા મળી રહી છે. ફેબ્રુઆરી બાદ દેશમાં પહેલીવાર GST કલેક્શનનો આંકડો એક લાખ કરોડને વટાવી ગયો છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. 
નાણા મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે સરકારે ઓક્ટોબરમાં કુલ એક લાખ 5 હજાર 155 કરોડ  રૂપિયાનું જીએસટી કલેક્શન મેળવ્યું. જેમાં CGSTનો ભાગ 19,193 કરોડ રૂપિયા, SGSTનો ભાગ 5,411 કરોડ રૂપિયા, IGSTનો ભાગ 52,540 કરોડ રૂપિયા રહ્યો. 
સરકારના જણાવ્યાં મુજબ ઓક્ટોબર 2020માં જીએસટી સંગ્રહ ગત વર્ષ ઓક્ટોબરની સરખામણીમાં 10 ટકા વધુ રહ્યો છે. ઓક્ટોબર 2019માં જીએસટી સંગ્રહ 95,379 કરોડ રૂપિયા હતું. અત્રે જણાવવાનું કે કોવિડ-19 મહામારીના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે જીએસટી સંગ્રહનો આંકડો સતત અનેક મહિના સુધી એક લાખ કરોડ રૂપિયાની નીચે રહ્યું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ