બનાસકાંઠાના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આજે રજૂ કરાયેલું બજેટ ખુશીના સમાચાર લઈને આવ્યું છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક સમયેથી પાણી સ્તર નીચે જઈ રહ્યા છે. પાણીની સતત અછત જોવા મળી રહી છે. આજે રજૂ કરાયેલા બજેટમાં બનાસકાંઠા જિલ્લા માટે અગત્યની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાથી બનાસકાંઠા જિલ્લાના ૬૦૦૦ હેક્ટરમાં પિયત થશે. હાલમાં પ્રગતિ હેઠળની પીયજથી ધરોઇ, ધાધુંસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો માટે રૂ. ૧૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.