શસ્ત્ર દળો માટે મૂડીગત ખરીદની વિભિન્ન શ્રેણીઓ હેઠળ ૨,૪૬,૯૮૯ કરોડ રૃપિયાના ૧૬૩ પ્રસ્તાવોને મંજૂરી આપી છે તેમ સરકારે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અજય ભટ્ટે જણાવ્યું હતું કે ઘરેલુ કંપનીઓની ખરીદીની હિસ્સો વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે છેલ્લા ત્રણ વર્ષોમાં એટલે કે ૨૦૧૯-૨૦થી ૨૦૨૧-૨૨ સુધી અને ચાલુ વર્ષ (૨૦૨૨-૨૩માં સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી)માં લગભગ ૨,૪૬,૯૮૯.૩૮ કરોડ રૃપિયાના ૧૬૩ પ્રસ્તાવોને જરૃરિયાત મુજબ મંજૂરી આપી છે.
આ મંજૂરી ડીએપી-૨૦૨૦ અનુસાર ડોમેસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ આપવા માટે મૂડીગત ખરીદીની વિભિન્ન શ્રેણીઓ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.