પીએમ મોદી દરેક વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યકમ કરી રહ્યા છે. આ મન કી બાતનો 112મો એપિસોડ છે. તેમણે કહ્યું કે હાલના સમય આખી દુનિયામાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા છે. ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે. દેશ માટે કંઇક કરવાનો મોકો આપે છે. પીએમ મોદીએ આ મામલે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ આ ખેલાડીઓનો ઉત્સાહ વધારો.
કાર્યક્રમમાં પીએમ મોદીએ તેના બાદ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ મેથ્સની દુનિયામાં એક ઓલિમ્પિયાડનું આયોજન થયું. આ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.