-
અમદાવાદ અને ગુજરાતમાં પત્રકારો પર થતા હુમલા અને ખાસ કરીને ટીવી9ના પત્રકાર ચિરાગ પટેલની હત્યા પત્રકાર જગત માટે ચિંતાનો વિષય બની રહેલ છે જેને અનુસંધાને આજે વરિષ્ઠ પત્રકારો દ્વારા એક બેઠકનું આયોજન અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ ગાર્ડનમાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જગતના અનુભવી, વરિષ્ઠ અને યુવા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધીમંતભાઈ પુરોહિત, દિલીપભાઈ પટેલ , ટીકેન્દ્રભાઈ રાવલ તેમજ ઉપસ્થિત સર્વેની સહમતી દ્વારા 15 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી ઉપરાંત માત્ર અમદાવાદ ના જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી પત્રકારોને સાથે લઈ તમામ આવા મુદ્દાઓ પર તાત્કાલિક વિચારણા અને અમલ કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચિરાગ પટેલના મૃત્યુ અંગે આ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ સંદર્ભે માહિતગાર કરવા અંગે બેઠક દ્વારા નિર્ણય લેવામાં આવશે અને 15 એપ્રિલના રોજ મુખ્યમંત્રીને રજુઆત કરી આવેદન પત્ર આપવામાં આવશે. આ ઉપરાંત રાજયના તમામ પત્રકારોની રક્ષા હેતુ અન્ય કાર્યોને આગળ વધારવામાં આવશે.