દેશના કરોડો ખેડૂતો માટે સમાચાર છે. સરકારે રવિ સીઝનમાં ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટાશ (પીએન્ડકે) ખાતરો માટે સબસિડીને મંજૂરી આપી છે. આ સાથે જ ઇથેનોલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ આર્થિક બાબતોની મંત્રીમંડળ(સીસીઇએ)ની સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી.