દરેક માતા અને બહેન મારા માટે શક્તિનું સ્વરૂપ છે. હું શક્તિ રૂપે તેમની પૂજા કરું છું અને હું આ શક્તિ સ્વરૂપ માતા-બહેનોના રક્ષણ માટે જીવ આપી દઈશ. આગામી ચૂંટણી આ 'શક્તિ'ની પૂજા કરનારા અને તેમનો નાશ કરનારા વચ્ચેની છે. આ મારા માટે સન્માનની વાત છે કે નારી શક્તિ મને આશીર્વાદ આપશે અને મને સમર્થન આપવા માટે તેઓ અહીં આવી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગણામાં એક રેલીમાં જણાવ્યું હતું.